Saurashtra-Kutch prediction: સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 12 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું
આ પણ વાંચો : ઘરની બહાર નીકળતા પહેલા જાણી લેજો આગાહી, 24 કલાક અતિભારે વરસાદની આગાહી
મળતી જાણકારી અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છમાં 3 કલાકમાં ધોધમા વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, જામનગર, મોરબી, દ્વારકા, પોરબંદર, રાજકોટ અને જૂનાગઢમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.
જૂનાગઢમાં પણ ભારે પવન સાથે 3 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય સુરેંદ્રનગર, અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદ વરસશે. દીવ, બોટાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ છે જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં હળવા વરસાદની આગાહી કરાઇ છે.

કચ્છ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ જિલ્લાઓમાં પવનની ગતિ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, બોટાદમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે.
બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામા આવી છે.
સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદને લઈને વીજ પુરવઠો ખોરવાયો હતો. સૌરાષ્ટ્ર કચ્છના 613 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ભારે પવન અને વરસાદના કારણે 1122 થાંભલાઓ પડી ગયા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 1528 ફીડરો બંધ થયા હતા. સૌથી વધુ રાજકોટ ગ્રામ્ય,જામનગર પોરબંદર અને જૂનાગઢમાં વીજ પુરવઠાને અસર થઇ છે.