Skymet: હવામાન વિભાગ પછી ભારત ની એકમાત્ર મોટી ખાનગી સંસ્થા સ્કાયમેટ, જે દર વર્ષે એપ્રિલ મહિનામાં ચોમાસાને લઈને વરસાદની આગાહી કરે છે. જેમની આજે આગાહી બહાર પાડવામાં આવે છે.
- Skymet ની આગાહી ગુજરાતમાં 2024 નું ચોમાસુ કેવું રહેશે?
ખાનગી સંસ્થા સ્કાયમેટના જણાવ્યા અનુસાર આ વર્ષે અલ નીનો ઝડપથી લા નીનોમાં ફેરવાશે અને સારું ચોમાસું થશે. આગાહીમાં ચોમાસુ સામાન્ય એટલે કે નોર્મલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ચોમાસા ના ચાર મહિના માં કેટલો વરસાદ?
ખાનગી સંસ્થા skymet ના જણાવ્યા અનુસાર ચાર મહિના માં વરસાદ ધીમે ધીમે વરસાદ વેગ પકડશે. જ્યારે સૌથી પહેલા જૂન મહિનામાં 95 ટકા વરસાદ પડવાની સંભાવના છે.
તો જુલાઈમાં 105% વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એવા સમયે ઓગસ્ટ મહિનામાં 98% અને સપ્ટેમ્બર મહિનામાં 110 % વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: બે રાઉંડ માં વાવણી, વાવણી વચ્ચે ગેપ, વાવણી તારીખ અને વરસાદની આગાહી આવી…
ખાનગી સંસ્થા સ્કાયમેટના જણાવ્યા અનુસાર આ વર્ષે સામાન્ય 102% વરસાદ થવાની આગાહી છે. (જેમાં +-5 % ભૂલ માર્જીન હોય છે)
જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિના દરમિયાન LPA 868.66mm વરસાદ પડવાની શક્યતા છે. LPA 96-104% છે. આ અનુમાન 12 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવ્યું છે.
જૂન મહિના માટે વરસાદ આગાહી?
જૂન મહિનામાં વરસાદ પડવા માટે એલપીએ LPA 95 ટકા છે. અને જૂન માટે LPA 165.3mm છે એટલે 165.3 એમએમ વરસાદ પડવાની શક્યતા છે.
જેમાં સામાન્ય વરસાદની 50% શક્યતા છે. જયારે સામાન્ય કરતાં વધુ વરસાદની 20% શક્યતા છે. અને સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના 30% છે.
જુલાઈ મહિના માટે વરસાદ આગાહી?
જુલાઈ મહિનામાં વરસાદ પડવા માટે એલપીએ LPA 105% ટકા છે. અને જુલાઈ માટે LPA 280.5 mm છે એટલે 280.5 mm વરસાદ પડવાની શક્યતા છે.
જેમાં સામાન્ય વરસાદની 60% શક્યતા છે. જયારે સામાન્ય કરતાં વધુ વરસાદની 20% શક્યતા છે. અને સામાન્ય કરતાં ઓછા વરસાદની 20% શક્યતા છે.
ઓગસ્ટ મહિના માટે વરસાદ આગાહી?
ઓગસ્ટ મહિનામાં વરસાદ પડવા માટે એલપીએ LPA 98% ટકા છે. અને ઓગસ્ટ માટે LPA 254.9 છે એટલે 254.9 એમએમ વરસાદ પડવાની શક્યતા છે.
જેમાં સામાન્ય વરસાદની 50% શક્યતા છે. સામાન્ય કરતાં વધુ વરસાદની 20% શક્યતા છે. અને સામાન્યથી મધ્યમ વરસાદની 30% શક્યતા છે.
સપ્ટેમ્બરમહિના માટે આગાહી?
સપ્ટેમ્બર મહિનામાં વરસાદ પડવા માટે એલપીએ LPA 110% ટકા છે. અને સપ્ટેમ્બર માટે LPA 167.9 mm છે એટલે 167.9 એમ.એમ વરસાદ પડવાની શક્યતા છે.
જેમાં સામાન્ય વરસાદની 60% શક્યતા છે.જયારે સામાન્ય કરતાં વધુ વરસાદની 20% શક્યતા છે. સામાન્ય કરતાં ઓછા વરસાદની 20% શક્યતા છે.
ગુજરાત માટે સ્કાયમેટ ની આગાહી? – Gujarat rain prediction in skymet 2024
ઉપર જણાવેલ 4 મહિનાની આગાહી ભારત દેશ માટે જણાવવામાં આવેલી છે. જ્યારે ગુજરાત માટે ખાનગી સંસ્થા એ આગાહીમાં કહ્યું છે કે ગુજરાત પૂર સિગ્નલમાં છે. એટલે કે ગુજરાત માટે આગાહી કરવામાં અમે અસમર્થ છીએ. જે ઉપરની સંપૂર્ણ આગાહી ઉપરથી ગુજરાત માટે સ્પેશ્યલી સ્કાયમેટ દ્વારા કોઈ આગાહી કરવામાં નથી આવી તેવું કહી શકાય.
2024 નું ચોમાસું મોડું આવશે?
ખાનગી સંસ્થા skymet એ આગાહીમાં કહ્યું છે કે ચોમાસાનો પ્રારંભ થોડો મોડો થઈ શકે છે જેમનું કારણ અલનીનો ની તીવ્ર અસર છે.
સ્કાયમેટના મેનેજિંગ ડાયરેક્ટર જતીન સિંહે કહ્યું છે કે અલનીનો ઝડપથી લા નીનોમાં ફેરવાય રહ્યો છે અને આ સુપર અલ્લીનોનું મજબૂત લાનીમાં ફેરફાર ઐતિહાસિક સારી સપાટી થશે જેમને કારણે ચોમાસુ સારું થશે.
જો અલ નીનો ની શરૂઆત ઉપર બીજા પરિબળ અસર કરશે તો ચોમાસાના શરૂઆતમાં જોખમ આવી શકે છે.
ચોમાસું 2024 ને લઈને IMD ની આગાહી
દર વર્ષની જેમ હવામાન વિભાગે પણ એપ્રિલ મહિનાની અંદર પોતાનું પ્રારંભિક અનુમાન છે તે ચોમાસાને લઈને જાહેર કર્યું છે.
આ પણ વાંચો:- વાહ, La-Nina El-Nino લાવશે શુકનવંતું ચોમાસું, આ વર્ષે ચોમાસુ ક્યારે પહોંચશે? – Agahi
દેશમાં વરસાદ અંગે હવામાન વિભાગે પણ આગાહી કરી છે, તેમણે કહ્યું છે કે આ વર્ષે સરેરાશ વરસાદન 88-112% રહેવાની શક્યતા છે.
Extra Tag : 2024 નું ચોમાસું કેવું રહશે? | જૂન મહિનામાં કેટલો વરસાદ? | જુલાઈ મહિનાની આગાહી | Gujrat Rain Forecast | August agahi | September month aagahi | 2024 માટે skymet દ્વારા આગાહી | monsoon 2024 આગાહી | Skymet 2024 Varsad News