Summer 2025 forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, જાન્યુઆરીના એન્ડ અને ફેબ્રુઆરીમાં પહેલા સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે. જોકે આજે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
ફેબ્રુઆરીથી ઉનાળાનો થોડા અંશે અહેસાસ થશે. 19 ફેબ્રુઆરીથી ધીમે ધીમે તાપમાન વધવા લાગશે. માર્ચ મહિનોમાં 38 ડિગ્રી તાપમાન પહોંચી જશે. 26 એપ્રિલથી ગરમી વધુ પડશે. એપ્રિલમાં તો 42થી 43 ડિગ્રી તાપમાન જઈ શકે છે.

ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે. મે મહિનામાં ગુજરાતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 44થી 46 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા રહેશે.
આ પણ વાંચો : કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો, જાણો આજના કપાસની બજાર
આ વખતનો ઉનાળો આકરો રહેવાની શક્યતા છે. બદલાતા હવામાનની અસર તાપમાન પર રહેશે. શિયાળામાં ઠંડી વધુ પડી નથી અને આ વખતે ઉનાળામાં રેકોર્ડ બ્રેક ગરમી પડવાની શક્યતા રહેશે.