નક્ષત્ર સાથે સિસ્ટમ સક્રિય થતાં શુક્રવાર, શનિવાર અને રવિવારે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગ દ્વારા

Sunday Saturday Rain: અરબી સમુદ્ર પાસે અપર એર સાઈકલોનિક સરક્યુલેશનના કારણે પોરબંદર, વેરાવળ, દ્વારકા અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડ્યો હતો, જોકે હવે આ સિસ્ટમ થોડી દૂર નીકળી ગઈ છે જેમને કારણે વરસાદનું જોર થોડું થોડું ઓછું થશે, તેમ છતાં હજી આગમી 3 દિવસ ભારે વરસાદ ની આગાહી રહેલી છે.

શુક્રવારના રોજ વરસાદ આગાહી?

આજે આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર જિલ્લાઓમાં (ભારે વરસાદ) ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

શનિવાર અને રવિવારે ના દિવસે હવામાન વિભાગની આગાહી?

Sunday Saturday Rain: શનિવાર અને રવિવાર માટે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી અને ભાવનગર, અમરેલી અને બોટાદમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : અંબાલાલ પટેલની આગાહીથી ફફડાટ ફેલાયો, જાણો શું છે નવી આગાહી

હાલમાં ક્યું નક્ષત્ર ચાલુ છે? વરસાદ?

હાલમાં પુષ્પ નક્ષત્ર ચાલી રહ્યું છે અને હવે માત્ર ગણતરીના દિવસો જ પુષ્પ નક્ષત્રના બાકી છે. જોકે 2 ઓગસ્ટથી આશ્લેષા નક્ષત્રનો પ્રારંભ થશે અને તે નક્ષત્રનું વાહન ગધેડાનુ છે. પુષ્પ નક્ષત્રમાં પુષ્કળ વરસાદ ગુજરાતના વિવિધ ભાગોમાં જોવા મળ્યો છે અને હજી બે તારીખ સુધી ભારે વરસાદ જોવા મળે આગાહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક સાયક્લોનિક સરક્યુલેશન ગુજરાત પર છે, જ્યારે અન્ય લો પ્રેશર કેન્દ્ર દક્ષિણ-પૂર્વ રાજસ્થાન પર છે, જે દરિયાની સપાટીથી લગભગ 1.5 કિલોમીટર ઉપર છે.

ગુજરાતમાં 52% થી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે વરસાદને કારણે 4200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને 9 નાં લોકોના મૃત્યુ નિપજ્યાં છે. મુખ્યમંત્રી એ બેઠક કરી વરસાદ ની સમીક્ષા કરી હતી.

Leave a Comment