Tal na bajar bhav 03 july: સફેદ તલની બજારમાં ભાવ સ્થિર રહ્યા હતા ગુજરાતમાં આવક ઘટીને ત્રણથી ચાર બોરીની થઇ ગઈ છે અને ભાવમાં કોઈ મોટી મુવમેન્ટ નહોતી.
ગુજરાતમાં ઉનાળુ તલની આવક હવે પૂરી થઈ ગઈ 1 છે અને તલની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર આગળની બજારનો આધાર રહેલો છે.
તલનાં વેપારીઓ કહે છે કે હાલના તબક્કે તલમાં વેચવાલી ઓછી છે અને હવે સૌની નજર આયાતી તલની ઉપર છે
ઓગસ્ટ મહિનાથી બ્રાઝિલ થી તલની આવકો શરૂ થશે. જેની અસર ભારતીય તલની બજાર ઉપર જોવા મળશે.
આ પણ વાંચો:આજે જીરુના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, સૌથી ઊંચો ભાવ કેટલો ?
સફેદ તલની બજારમાં હવે આયાતી તલની ઉપર જ લોકલ બજારનો આધાર રહેલો છે અને કોરિયાનું ટેન્ડર કમારે આવે છે તેના ઉપર સૌની નજર રહેલી છે.
ગુજરાતમાં તલની ૭૦ થી ૭૫ હાજાર ટનની આવક સંપન્ન થઈ ચુકી છે અને હવે જે માલ છે તે ધીરે ધીરે બજારમાં આવે તેવી શક્યતા છે.

ગુજરાતમાં તલની બજાર ટકેલી જોવા મળી રહી છે તલ સફેદ ના ભાવ 1300 થી 2900 વચ્ચે જોવા મળી રહ્યા છે.

જ્યારે તલ કાળા ની બજાર ૩૫૦૦ સુધી જોવા મળી રહી છે આગામી ઓગસ્ટ મહિનામાં કોઈ મોટી મુવમેન્ટ નથી દેખાતી ભાવમાં સામાન્ય વધારો થવાની શકયતા
કાળા તલના બજાર ભાવ Tal na bajar bhav 03 july:
