Cyclonic circulation active: રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી છે.
આજે છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
તો પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમરેલી, ગીરસોમનાથ, દીવમાં ભારે વરસાદનું યેલો અલર્ટ છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. તો રાજ્યના અન્ય જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની આગાહી છે.
આ પણ વાંચો: હસ્ત નક્ષત્ર આજથી શરૂ, જાણો લોકવાયકા અને વરસાદ જોગ? શું છે હવામાન વિભાગની આગાહી
ભારે ઉકળાટ બાદ વરસાદની એન્ટ્રી થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. આ માટે બંગાળની ખાડીમાં સક્રિય થયેલું સાયક્લોન સરક્યુલેશન જવાબદાર છે.
જેના કારણે ગુજરાતમાં 28 તારીખ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી આવી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આજથી 28 સપ્ટેમ્બર સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.
બંગાળની ખાડીમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થયું છે. તેથી આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રમાં પણ પડી શકે હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, રાજ્યમાં હજી પણ વરસાદ રહી શકે છે. ગ્રહોની સ્થિતિ જોતા શુક્ર ગ્રહ તેના ભ્રમણના લીધે રાજ્યમાં વરસાદ પડશે.
દક્ષિણ ગુજરાતમાં 25 થી 28 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર પણ ચોમાસાના નક્ષત્ર છે, તેથી વરસાદ આવશે.
નવરાત્રિમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ રહી શકે છે. 27 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે.
અંબાલાલ પટેલે ખતરાના સંકેત આપતા કહ્યું કે, 10 ઓક્ટોબરે બંગાળાના ઉપસગારના વાવાઝોડાની શક્યતા છે. તો 16 નવેમ્બરથી બંગાળાના ઉપસાગરમા હળવું દબાણ ઉભું થતા 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાત ઉભું થશે.
ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે તે અગાઉ ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૨૯-૨૭ સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, હાલની સ્થિતિ પ્રમાણે નવરાત્રિમાં વરસાદની સંભાવ સંભાવના નહિવત્ છે.