Third round of rain: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાંપટા પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે. બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વધુ એક ચિંતાજનક આગાહી કરી છે.
આ પણ વાંચો : જીરૂના ભાવ જાણીને ચોંકી ઉઠશો, જાણો આજના જીરૂના બજાર ભાવ
અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 3 સપ્ટેમ્બર એટલે અમાસના દિવસે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે જ કેટલાક વિસ્તારોમાં પૂરનું સંકટ પણ સર્જાઈ શકે તેવી આગાહી કરવામાં આવી
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, કચ્છ, ખેડા, મહીસાગર, વડોદરા, સાબરકાંઠા, રાજકોટ, પાટણ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તાપી, જુનાગઢ, જામનગર સહિતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલે પટેલે વાવાઝોડાના અપડેટ આપતા જણાવ્યું કે, આશના વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાતા પહેલાં ગુજરાતમાં સપ્ટેબરમાં 3થી 10 વચ્ચે વરસાદની સંભાવના છે. સપ્ટેમ્બરમાં બીજા સપ્તાહમાં ગુજરાત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે. તો કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.










