Three cyclonic systems active: નમસ્કાર ગુજરાત અને ગુજરાતની પ્રેમાળ જનતા, મેઘરાજાના સાંબેલાધાર રાઉન્ડ માટે તૈયાર થઈ જાવ. કેમ કે, કાલે એટલે કે 15 જુલાઈએ બંગાળની ખાડીમાં મજબૂત લો-પ્રેશર સર્જાઈ શકે છે. જ્યારે મંગળવારથી મેઘરાજા રૌદ્રરૂપ ધારણ કરી શકે છે. મંગળવારથી સાર્વત્રિક વરસાદના એંધાણ છે. બીજી બાજુ, લો-પ્રેશરનો ટ્રફ ગુજરાત સુધી લંબાઈ શકે છે.
હાલ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. દક્ષિણ પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ટ્રફ લાઈન છે. જ્યારે દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફ-શોર ટ્રફ સર્જાયો છે. આવામાં દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ સતત વરસાદનું જોર રહી શકે છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ રહી શકે.
સોમવારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તથા ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, તો બનાસકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ, જામનગર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. બીજી બાજુ, ગુજરાતમાં 17 જુલાઈ બાદ બેક ટૂ બેક 4 સિસ્ટમની સંભાવના છે. સાથે જ એકાદ દિવસમાં ચોમાસાની ધરી ગુજરાત પર આવી શકે છે.
બંગાળની ખાડીમાં કાલે જ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ શકે છે. બંગાળની ખાડીનો ટ્રફ તથા ગુજરાતમાં સર્જાનાર 2-3 સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદ સંભવ છે.
મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર તથા વડોદરામાં વરસાદી ઘટ પુરી થશે. તેમજ 17થી 24 જુલાઈ સાર્વત્રિક વરસાદ રહેશે. જ્યારે ઓગસ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે