Three days of heavy rain: ગત સપ્તાહની બંગાળ ની ખાડી ની સીસ્ટમ અનુસંધાને ગત આગાહી ના છેલ્લા દિવસો માં સિસ્ટમ ટ્રેક આધારિત જન્માષ્ટમી તહેવારો થી રાજ્ય માં સાર્વત્રિક અને સારી એવી વરસાદી ગતિવિધી જોવા મળી રહી છે.
મધ્ય ભારત પર બનેલ લો પ્રેશર ઉત્તરોત્તર મધ્ય પ્રદેશ અને રાજસ્થાન ના ભાગો પર મજબૂત બની ડીપ ડિપ્રેશન સુધી મજબૂત બની ઉત્તર ગુજરાત સુધી આવી ગયુ જે સિસ્ટમ ટ્રેક આધારિત ઘણા વીસ્તારો માં મેઘમહેર તો ઘણી જગ્યાએ મેઘકહેર સમાન વરસાદ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : બારે મેઘ ખાંગા થયા, પવન સાથે જોરદાર વરસાદની આગાહી, જાણો કયા
તેમજ હાલ આ ડીપ ડિપ્રેશન પશ્ચિમ, દક્ષિણપશ્ચિમ દિશા માં આગળ વધી 29 ઓગસ્ટ ના કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ પાકિસ્તાન નજીક અરબી સમુદ્ર માં જશે. આ ડીપ ડિપ્રેશન ના લીધે 29 ઓગસ્ટ સુધી રાજ્ય માં ખુબ સારી વરસાદી એક્ટીવીટી જોવા મળશે.
વરસાદ ની માત્રા જોઈયે તો સિસ્ટમ ટ્રેક પ્રમાણે 29 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ માં મધ્યમ, ભારે કે અમુક વિસ્તાર માં અતિશયભારે વરસાદ જોવા મળશે. જયારે રાજ્ય ના બાકી ભાગો માં હળવો મધ્યમ કે કોઈ કોઈ જગ્યાએ ભારે વરસાદ જોવા મળશે.

29 ઓગસ્ટ બાદ વરસાદ નુ જોર ઘટતુ જોવા મળશે. પવન વીશે જોઈએ તો સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધી મજબૂત છે એટલે ૩૦ ઓગસ્ટ સુધી પવન નુ જોર વધુ જોવા મળશે. જેમાં 29 ઓગસ્ટ સુધી રાજ્યના ભાગોમાં પવન ની ગતી જોઈએ તો કલાક ના 35-45 કીમી. અને ઝટકા ના પવનો 55-65 કીમી./કલાક ના ફુકાશે. 30 ઓગસ્ટ બાદ થી ડીપ ડિપ્રેશન દૂર જતા પવન ધીમે ધીમે નોર્મલ થતાં જોવા મળશે.
ચોમાસાની ધરી હવે ઉત્તર ગુજરાત પર રહેલા ડીપ ડિપ્રેશન ના કેન્દ્ર માંથી સાગર, ઉત્તરપશ્ચિમ ઝારખંડ પર રહેલા લો પ્રેશર ના કેન્દ્ર માંથી પસાર થઈ ને દિઘા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.