Weather Of Gujarat: નવી આગાહી મુજબ 13-14-15 તારીખે વેસ્ટન ડીસ્ટર્બન્સ આવી રહ્યું છે. જયારે બીજું વેસ્ટન ડીસ્ટર્બન્સ 18-19 તારીખના રોજ આવી રહ્યું છે. સાથે 11 અને 12 એપ્રિલના રોજ પણ હળવું માવઠું જોવા મળશે.
- ઉપરા ઉપરી બે માવઠાનો માર
- 13-14 તારીખે મોટું માવઠું
- 18-19 તારીખે બીજું વેસ્ટન ડીસ્ટર્બન્સ (માવઠું)
- ક્યાં ક્યાં જિલ્લામાં અસર?
western disturbances in gujarat: 13-14 એપ્રિલના રોજ ગુજરાતના કેટલા વિસ્તારોમાં એક મજબૂત વેસ્ટન ડીસ્ટબન્સ આવી રહ્યું છે. જોકે હાલમાં પણ ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વેસ્ટન ડીસ્ટર્બન્સ સર્જાયેલ છે પરંતુ તેમની અસર ગુજરાતમાં નથી.
11 અને 12 તારીખમાં માં પૂર્વ ગુજરાતના મધ્ય પ્રદેશ સરહદ લાગુ વિસ્તારો સાથે દક્ષિણ ગુજરાતના મધ્યપ્રદેશ-મહારાષ્ટ્ર લાગુ સરહદ વિસ્તારો જેવા કે છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, નવસારી, સુરત અને દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવા માવઠાની શક્યતા છે.
જ્યારે 11 અને 12 તારીખે પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવા છૂટા છવાયા ઝાપટા પડી શકે છે.
કડાકા ભડાકા સાથે 13-14 તારીખે માવઠું આગાહી.
હાલના વાતાવરણનું ઊંચુ તાપમાન અને ઠંડા વાતાવરણને કારણે થન્ડર સ્ટ્રોંગ એટલે કે કડાકા ભડાકા (thunderstorm) થવાની થોડીક વધારે સંભાવના રહેલી છે. જે વિસ્તારમાં માવઠું થશે ત્યાં ગાંજવીજ સાથે કડાકા જોવા મળશે.
1) સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના અમુક વિસ્તારમાં કડાકા ભડાકા એટલે કે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી (thunderstorm activities) વધારે જોવા મળશે.
2) જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ અને ખેડા આસપાસના વિસ્તારો વધારે થન્ડર સ્ટ્રોંગ જોવા મળશે. થન્ડર સ્ટ્રોંગ વાળા જે વિસ્તારો છે જેમાં કોઈક વિસ્તારમાં અડધાથી એકની સુધીનો વરસાદ પણ પડી શકે છે.
3) આ સિવાયના ગુજરાતના દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવા છુટા છવાયા વરસાદની સંભાવના રહેલી છે.
કે પછી એટલે કે 15 એપ્રિલથી ફરી વાતાવરણ ચોખ્ખું થઈ જશે અને ભારે ગરમી પડશે. 15 થી 18 તારીખ વચ્ચે 43 સુધી ગરમીનો પારો પહોંચે શકે તેવી આગાહી કરવામાં આવી છે.
18-19 તારીખે બીજું માવઠું.
એક વેસ્ટન ડિસ્ટર્બન્સ ની અસર પૂર્ણ થશે ત્યાં ફરી 18 અને 19 એપ્રિલના રોજ બીજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. જે બીજા માવઠાની સંભાવના પણ ગુજરાતમાં હાલમાં દેખાય રહી છે.
આ પણ વાંચો: ભારે ગરમી સહન કર્યા બાદ કડાકા ભડાકા સાથે માવઠું, જાણો ક્યાં જીલ્લામાં?
બીજા માવઠા દરમિયાન કચ્છ, ઉત્તર ગુજરાત, ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્ર સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વધુ વરસાદની શક્યતાઓ છે. જે જિલ્લાઓ પર નજર કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, ગાંધીનગર જેવા જિલ્લાઓ.
આ પણ વાંચો: ગ્રીષ્મ ઋતુ શરૂ થતાં ભારે વરસાદ આગાહી, જાણો 10 થી 15 એપ્રિલ સુધી શું છે આગાહી?
18 અને 19 તારીખ ની બીજા માવઠાની આગાહી પૂર્ણ થાય ત્યાર પછી એપ્રિલ મહિનાના છેલ્લા દિવસોમાં ભારે કાળઝાળ ગરમી પડશે. જે હરી ગરમીનો પારો 42, 44, 45 ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી સંભાવના.
18-19 તારીખ ની આગાહી ઘણી આગોતરી હોવાથી એમાં ફેરફાર થશે. ચોક્કસ અને ખેતીના કામો માટે હવામાન વિભાગની આગાહીને અનુસરવું.










