વરસાદથી થાક્યા! તો વરાપ ક્યારે નીકળશે? ભારે વરસાદ નવો રાઉંડ ક્યારે? અંબાલાલ પટેલની નવી આગાહી

વરાપ: નમસ્કાર ગુજરાત, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘો મન મૂકીને વર્ષી રહ્યો છે, ત્યારે હવે ખેડૂતો વરાપની રાહ જોઈ રહ્યા છે તો ગુજરાતમાં વરાપ ક્યારે નીકળશે?

નજીકના દિવસોમાં આખા ગુજરાતમાં વરાપ નીકળે એવી વેધર મોડલો પ્રમાણે કોઈ શક્યતા નથી. રોજ ને રોજ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની ગતિવિધિઓ ચાલુ રહેશે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ વરસાદ જોવા મળશે.

જે ખેડૂત ભાઈઓને વરસાદનો ગેપ દેખાય એટલે કે એક-બે દિવસ વરસાદ ન પડે એવા દિવસોમાં ખેતીના કામો પતાવી દેવા, જેવા કે દવાનો છંટકાવ, નિંદણ કાર્ય, ખાતરનો છંટકાવ વગેરે કામો પૂર્ણ કરી લેવા.

આજના વરસાદની આગાહી?

દક્ષિણ ગુજરાતના ખાસ કરીને સુરત, વલસાડ, તાપી લાગુ વિસ્તારમાં ભારે અને ભૂક્કા કાઢતો વરસાદ ચાલુ રહશે. જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર માં પોરબંદર, જામનગર, મોરબી લાગુ કચ્છના વિસ્તારોમાં પણ ભારે વરસાદ ચાલુ રહેશે.

આ પણ વાંચો: Rainfall forecast of two forecasters: રમણીક વામજા અને જયપ્રકાશ માઢકે કરી મોટી આગાહી, નદી નાળા છલકાશે, પુર આવશે

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ ચાલુ થશે અને આજથી વરસાદના વિસ્તારોમાં વધારો થશે તો કોઈક વિસ્તારમાં ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે.

અંબાલાલ પટેલની આજે આગાહી

અંબાલાલ પટેલ ની આગાહી કરતા જણાવ્યું છે કે આજે અને આવતીકાલે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી શકે છે. સાથે દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદની બે દિવસ તેમણે આગાહી જણાવ્યું છે.

આ પણ વાંચો: આજે જીરુના ભાવમાં ઉછાળો, જાણો આજના જીરૂના બજાર ભાવ

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે જિલ્લાઓ ભાવનગર, અમરેલી જુનાગઢ લાગુ વિસ્તારો છે તેમાં પણ બધે પાણી પાણી થઈ જાય તેવી આગાહી પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા પણ અમદાવાદ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવનાર ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારતીય ભારે વરસાદ સાથે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.

છેલ્લા 24 કલાકના આંકડા મુજબ સુરતના ઉમરપાડામાં 11 ઇંચ વરસાદ તો બારડોલીમાં આઠ ઇંચ, કામરેજમાં આઠ ઇંચ, માંગરોળની અંદર સાત ઇંચ, માંડવીમાં પાંચ, મહુવામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ખેર ગામની અંદર 10 ઇંચ, વિસાવદરમાં 9 ઇંચ, દ્વારકા ની અંદર આઠ ઇંચ, વ્યારા, વનાળા નવસારીની અંદર સાત ઇંચ તો માંડવી કચ્છ, ડાંગ, મુદ્રા જેવા વિસ્તારોમાં છ ઇંચ વરસાદ પડ્યો છે.

આવનાર દિવસમાં હજી પણ એક્ટિવિટી ચાલુ રહેશે. બંગાળની ખાડીમાં છે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું હતું જેમની અસરને કારણે ગુજરાત ખાસ કરીને કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારોમાં હવે આવનાર દિવસોમાં વરસાદની ગતિ વધારે જોવા મળશે.

Leave a Comment