આજે ચોમાસું ક્યાં પહોચ્યું? કયું નક્ષત્ર? આજે વાવાઝોડું ક્યાં છે? જાણો નવી આગાહી

ચોમાસું : આજે ક્યાં પહોચ્યું? 22 મે 2024 અને બુધવાર ની અપડેટ મુજબ વર્ષ 2024 નું ચોમાસું દક્ષિણ અરબી સમુદ્ર અને શ્રીલંકા સુધી પહોંચી ગયુ છે. આ જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

શ્રીલંકામાં ચોમાસાના શ્રી ગણેશ થયા બાદ ભારતમાં સૌપ્રથમ કેરળ રાજ્યમાં ચોમાસાનો આગમન થશે. જે બાદ મુંબઈ ગોવા અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ આવશે.

ચોમાસું ભારત માં ક્યારે બેશશે?

હવામાન વિભાગ અગાઉથી જાહેરાત કરી દીધી છે કે આ વર્ષે ચોમાસે 31 મે એ ભારતમાં આવી જશે. એટલે કે દર વર્ષ કરતા એક દિવસ ચોમાસું પહેલા ભારતમાં આવી જશે.

ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે?

જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 8થી 15 જૂન વચ્ચે પહોંચવાની આગાહીકારોએ આગાહી કરી છે. દર વર્ષ કરતા આ વર્ષે વહેલું રહેવાનો અંદાજ છે.

આ પણ વાંચો:- Skymet આગાહી/ ચોમાસાના 4 મહિનાની આગાહી, ચોમાસું મોડું આવશે? 2024માં કેટલો વરસાદ?

હાલમાં કયું નક્ષત્ર ચાલે છે?

નક્ષત્રની વાત કરીએ તો 24 તારીખથી રોહિણી નક્ષત્રની શરૂઆત થશે. રોહિણી નક્ષત્રમાં વરસાદની પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જતી હોય છે. જ્યારે રોહિણી નક્ષત્ર ઉતરતા ઘણા વિસ્તારમાં વાવણીની શક્યતાઓ પણ તેમ રહેતી હોય છે.

ક્યાં નક્ષત્ર માં વાવણી થશે?

રોહિણી નક્ષત્ર બાદ 8 જૂનથી મૃગશીર્ષ નક્ષત્રની શરૂઆત થશે. મૃગશિર્ષ નક્ષત્રમાં આ વર્ષે વાવણીને ભારે શક્યતાઓ સેવાઈ રહી છે. આ નક્ષત્ર ઉતરતા ગુજરાતના ઘણા ભાગોમાં વાવણી થઈ જવાની સંભાવના પણ નકારી ના શકાય.

વાવાઝોડું અને અસર

જોકે હાલમાં વેધર ડેટા પ્રમાણે બંગાળની ખાડીમાં વાવાઝોડ સક્રિય થવાની સંભાવના છે. જે વાવાઝોડાની સિદ્ધિ અસર ગુજરાત ઉપર થવાની હતી પરંતુ આડકતરી રીતે વાતાવરણમાં પલટો જોવા મળશે.

આ પણ વાંચો:- ગુજરાત થઈ જાવ તૈયાર, આ તારીખોમાં આવી રહ્યો છે ભારે વરસાદ

જો અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થતો હોય તો તેમની અસર ગુજરાત ઉપર ઘણા બધા અંશે થતી હોય છે. આ વર્ષે અરબી સમુદ્રમાં પણ વાવાઝોડા સક્રિય થવાની અગાહી આગાહીકારો દ્વારા કરવામાં આવી છે. પરંતુ કઈ તારીખમાં થશે તેની હજી કોઈ શક્યતાઓ નથી.

નોધ: વરસાદ અને વાવાઝોડાની ઓફિસિયલી માહિતી માટે હવામાન વિભાગની વેબસાઈટ અને અનુસરવું.

Leave a Comment