એલર્ટ: આજે ભારેથી અતિભારે વરસાદ આગાહી, અંબાલાલ પટેલ, gujarat Weather forecast

Red Alert weather forecast in Gujarat: નમસ્કાર ગુજરાત, આજે 16 તારીખ છે. આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો આજે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારેના જિલ્લામાં વરસાદ ભૂક્કા કાઢે તેવી શક્યતા છે.

આજે ઉતર ગુજરાત પર હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને સાથે દક્ષિણ ગુજરાતથી કેરલના કાંઠા સુધી ટ્રફ પણ છે, ત્યારે હાલ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા પણ જાહેર કરવામાં આવી છે.

આજે એટલે કે, 16મી તારીખે સુરત, નવસારી, વલસાડ, છોટાઉદેપુર, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં રેડ એલર્ટ (Red Alert) આપવામાં આવી છે. એટલે કે, આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

સાથે તેમણે જણાવ્યુ કે, વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

Wether ચાર્ટ મુજબ અમારી આગાહી?

આજે પણ અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, પંચમહાલ સાથે ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર લાગુ રાજકોટ અને આજુબાજુના વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી રહેલી છે.

ગુજરાત ઉપર બે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે વરસાદ ક્યાં પડશે?

આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પોરબંદર, જૂનગાઢ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. એટલે કે અહીં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા છે.

સાથે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, અગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત માટે ભારે છે અને નદીઓમાં પુરની આવાની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતના આહવા, વલસાડ, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ થવાથી પુરનું જોખમ રહેલું છે. સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

આ ઉપરાંત અગામી 48 કલાકમાં અમદાવાદના લાંભા, નારોલ, સરખેજ, બાવળા, સાણંદના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે

આ પણ વાંચો: આજથી નવી આગાહી, જાણો ખાસ આ માહિતી

આગળ દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત બોટાદ, ભાવનગર, રાજકોટ, હળવદના ભાગો કેટલાક ધ્રાંગધ્રાના ભાગો, સુરેન્દ્રનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તો થાન, ચોટીલા, લીમડી, જસદણ, વીંછીયાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.

Leave a Comment