આજના જીરૃ, કપાસ, મગફળી, ડુંગળી વગેરે ના બજાર ભાવ – Mahuva APMC 2024

Mahuva APMC : ખેડૂત ભાઈઓ, આજના બજાર ભાવ ઉપર નજર કરીએ તો આજે ડુંગળીના ભાવે ખેડૂતોને મહુવા માર્કેટયાર્ડમાં ખુશ કર્યા હતા.

આજના ડુંગળી ના ભાવ ? – onion price 2024 

આજે મહુવામાં 7,5000 થેલી ડુંગળીનું વેચાણ થયું હતું જેમાં નીચો ભાવ 125 રૂપિયા અને ઊંચો ભાવ 403 રૂપિયાનો થયો હતો. એટલે કે ડુંગળીના ભાવ 125 થી 403 રૂપિયાની વચ્ચે રહ્યો હતો.

જ્યારે મહુવામાં સફેદ 1,32,292 થેલા નું વેચાણ થયું હતું. જેમાં નીચો ભાવ 211 રૂપિયા જ્યારે ઊંચો ભાવ 277 રૂપિયા નોંધાયો હતો.

આ પણ સમય કાઢી વાંચો:- ખેડુતો ખુશ! ચૂંટણી પેહલા ડુંગળી, કપાસ માટે ભેટ, 2000 થી વધુ ભાવ!

નિકાસ બંધી ની છૂટ મળતા ડુંગળીના ભાવમાં સો રૂપિયા નો સુધારો થયો હતો ત્યાર પછી બજારમાં આવકો વધવાને કારણે પોતાને ચડાવ જોવા મળતો હતો પરંતુ ફરી બે દિવસ માર્કેટ યાર્ડ બંધ રહી અને નવા ભાવ ખુલતા આજે ૪૦૩ ની સપાટીએ ભાવ પહોંચ્યા છે.

હાલમાં ડુંગળીની જંગી આવકો દિવસને દિવસે માર્કેટયાર્ડમાં વધી રહી છે. જેમને કારણે ડુંગળીના ભાવમાં સામાન્ય રીતે ₹30-40 રૂપિયા નો ઉતાર ચડાવ જોવા મળે છે.

આજના ઘઉં ના ભાવ – ghau na bhav 2024

Mahuva APMC : મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળી પછી સારા ભાવો ખેડૂતોને ઘઉંમાં મળ્યા છે. આજે મહુવા માર્કેટયાર્ડમાં ઘઉંની હરાજી દરમિયાન 2452 કટ્ટા નું વેચાણ થયું હતું જેમાં ઊંચો ભાવ 638 નોંધાયો હતો.

આજના કપાસ ના ભાવ ૨૦૨૪ – aajna kapas na bhav 2024 

મહુવા માર્કેટયાર્ડમાં આજે 143 ગાંસડી કપાસની હરાજી થઈ હતી જેમાં ઊંચો ભાવ 1540 રૂપિયા નોંધાયો હતો. કોટન વાયદો સુધરતા આજે રેકોર્ડ બ્રેક સપાટી – Today Cotton price

મગફળી ના ભાવ – magfali ni bajar 2024

11 માર્ચ 2024 ના રોજ સિંગ નંબર 39, સીંગ નંબર 32 અને સિંગ નંબર 20 નું ટોટલ 406 ગુણી નું વેચાણ થયું હતું જેમાં 1126, 1231 અને 135100 ભાવ નોંધાયો હતો.

આજના જીરું ના બજાર ભાવ – jiru na bajar bhav 2024

ગુજરાતના ખેડૂતોની નજર જીરૂ ઉપર પણ રહેતી હોય છે ત્યારે મહુવા માર્કેટયાર્ડમાં આજે 19 કટ્ટા જીરુંનું વેચાણ થયું હતું, જેમાં જીરૃ નો 20 કિલોનો નીચો ભાવ 3,800 નોંધાયો હતો, જ્યારે 20 કિલોનો ઊંચો ભાવ 5145 જીરૃ માં નોંધાયો હતો. જોકે ગોંડલ, રાજકોટ, જામનગર માર્કેટિંગ યાર્ડની સાપેક્ષમાં જીરૂનો ઊંચો ભાવ મહુવામાં થોડો ઓછો રહ્યો હતો.

આજનાં નાળયેર ના ભાવ – nalyar na bajar bhav mahuva apmc

Mahuva APMC : નાળિયેરીનું શહેર તરીકે મહુવા પણ જાણીતું છે. ત્યારે આજે મહુવા માર્કેટયાર્ડમાં 42,525 નંગ નાળિયેરનું વેચાણ થયું હતું, જેમાં 100 નંગ નાળિયેરનો ભાવ 1652 રૂપિયા ઉંચો રહ્યો હતો.

આજના એરડા ના ભાવ – erda na bajar 2024 

મહુવા માર્કેટયાર્ડમાં 67 કટ્ટા એરડા નું વેચાણ થયું હતું જેમાં 20 કિલોનો ઊંચો ભાવ 1128 રૂપિયા નોંધાયો હતો.

આ પણ વાંચો:- આજે કપાસના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ, 2024 માં ભાવ 2000+ થશે? જાણો સર્વે

આજના જુવાર ના ભાવો – aajna juvar na bhavo 

મહુવા પંથક ની અંદર ઊંચા કોટડા સાઈડની જુવાર થોડી વધારે વખણાય છે. ક્યારે આજે 270 કરતા જુવારનું વેચાણ થયું હતું જેમાં 20 કિલો જુવારનો ઊંચો ભાવ 878 રૂપિયા નોંધાયો હતો.

આજના ચણાનો ભાવ – chana na bajar bhav 2024

1448 રૂપિયા દેશી ચણાનો ભાવ આજે મહુવા નો થયો હતો. આજે મહુવામાં 1743 ચણા નું વેચાણ થયું હતું. જે ખેડૂતો પાસે ચણા પડ્યા છે તે વેચાણ કરી અને 1400 રૂપિયા આજુબાજુની સપાટી ભાવ મેળવી શકે છે.

Leave a Comment