Weather forecast update: રાજ્યમાં હવે ક્યારે વરસાદ વરસશે? જાણો હવામાન વિભાગની ચિંતામાં નાખી દે એવી આગાહી

Weather forecast update: હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી બે દિવસ સુધી વરસાદનું પ્રમાણ થોડું વધારે રહે તેવી શક્યતા છે, એટલે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી સંભાવના છે.

હવામાન વિભાગે જારી કરેલા બુલેટિન પ્રમાણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં એકાદ બે દિવસ સુધી થોડા વધારે વરસાદની શક્યતા છે. જ્યારે ગુજરાત રીજનમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.

આ પણ વાંચો : અંબાલાલ પટેલે ભારે કરી, હવે ગુજરાત તરફ આવશે શ્રીલંકાથી વાવાઝોડુ, જાણો ક્યા વિસ્તારને રહેવું પડશે સાવધાન

સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે પરંતુ ભારેથી અતિભારે વરસાદની શક્યતા હાલ દેખાતી નથી.

17 ઑગસ્ટથી જ સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થઈ જશે.

18 ઑગસ્ટથી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટવાનું શરૂ થઈ જશે અને ઘણા વિસ્તારોમાં હાલની સ્થિતિ પ્રમાણે વરસાદ બંધ થઈ જાય તેવી સંભાવના દેખાઈ રહી છે.

ગુજરાતમાં વરસાદ ઘટશે તો વરસાદ ક્યાં વધશે?
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ એટલે કે 1 જૂનથી 14 ઑગસ્ટ સુધી સરેરાશ કરતાં 7 ટકા વધારે વરસાદ થયો છે, પરંતુ તેમાં ગુજરાત રીજનમાં સરેરાશ કરતાં 4 ટકા ઓછો વરસાદ થયો છે.

જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં 23 ટકા વધારે વરસાદ થયો છે.
હાલ ગુજરાતમાં સતત વરસાદી માહોલ હોવા છતાં અને જુલાઈ મહિનામાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો હોવા છતાં ઘણા જિલ્લામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે.

હાલ બંગાળની ખાડીમાં કોઈ મોટી સિસ્ટમ બને તેવી શક્યતા ખૂબ ઓછી છે, જેથી મૉન્સૂન ટ્રફ પણ ગુજરાતની નજીક આવે તેવી શક્યતા નથી. આ સંજોગોમાં ઉત્તર ભારતનાં રાજ્યોમાં વરસાદનું પ્રમાણ વધશે.

હાલ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને સાથે જ મધ્ય પ્રદેશમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. આગામી દિવસોમાં રાજસ્થાનમાં પણ વરસાદનું પ્રમાણ ઘટશે.

આગામી એક અઠવાડિયા સુધી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી એ તરફનાં રાજ્યોમાં વરસાદનું પ્રમાણ વધારે રહે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ધીરેધીરે વરસાદ ઉત્તર ભારતમાં કેન્દ્રિત થશે, એટલે કે દક્ષિણ, પશ્ચિમ અને મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ ખૂબ ઓછો થઈ જશે.

ચોમાસાને હવે માત્ર દોઢ મહિનો બાકી રહ્યો છે અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય રીતે ચોમાસું પરત ફરવાનું શરૂ થઈ જતું હોય છે. કેરળથી ચોમાસાની શરૂઆત થાય છે અને રાજસ્થાનથી ચોમાસું પરત ફરે છે.

Leave a Comment