ભારે ગરમી સહન કર્યા બાદ કડાકા ભડાકા સાથે માવઠું, જાણો ક્યાં જીલ્લામાં?

હવામાન આગાહી: નમસ્કાર ગુજરાત, બુધવારથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને હાઈ, મીડ અને લો લેવલના વાદળો અલગ અલગ સ્તર ઉપર સર્જાશે. જેમને કારણે ગુરૂવાર શુક્રવાર અને શનિવારના દિવસો દરમિયાન માવઠાનો રાઉન્ડ જોવા મળશે.

જોકે શુક્રવારથી માવઠાનો રાઉન્ડ અને વિસ્તારમાં વધારો થશે. હાલના વેધરના (gujarat weather update) ગ્રાફ મુજબ કડાકા ભડાકા વાળા માવઠાનો રાઉન્ડ જોવા મળશે.

વેધર ગ્રાફ પ્રમાણે 11 અને 12 તારીખમાં અમુક સીમિત વિસ્તારમાં માવઠાની સંભાવના રહેલી છે પરંતુ ત્યાર પછી એટલે કે 13 તારીખથી કડાકા-ભડાકા વાળા માવઠાનો રાઉન્ડ શરૂ થશે. આ માવઠાનો રાઉન્ડ 16 તારીખ સુધી ચાલશે.

13 એપ્રિલ 2024 થી વાતાવરણ વધારે અસ્થિર બનશે અને કડાકા ભડાકા વાળો માવઠાનો વરસાદ જોવા મળશે. કયા વિસ્તારમાં વધારે વરસાદ (varsad) પડશે તે માટે હજી ગ્રાફ ઉપર નજર રાખવી પડશે.

જ્યારે હવામાન વિભાગ દ્વારા 10 અને 11 એપ્રિલના રોજ વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે આગાહીમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે 12 અને 13 તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો:- આગાહી બદલી / વહેલા વરસાદનાં એંધાણ સાથે માવઠું આવશે તો કાળઝાળ ગરમી, જાણો કઈ તારીખે?

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 12 તારીખે સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે 13 તારીખે કચ્છ અને બનાસકાંઠા જિલ્લા માં માવઠા (mavthu)ના વરસાદની આગાહી કરવામાં આવી છે.

Vavni varsad: વર્ષ 2024 માટે વરસાદનું અનુમાન લગાવનાર આગાહીકારો જણાવે છે કે આ વર્ષે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વહેલા શરૂ થઈ જશે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટી (pri-monsoon activity)નો વરસાદ એટલે કે કોઈક સીમિત વિસ્તારમાં થોડો ઓછો વરસાદ પડવો.

ચોમાસુ શરૂ થાય તે પહેલા ભારે ગરમી અને ઠંડા પવન અને કારણે પ્રિ-મોનસુન એક્ટિવિટી સક્રિય બનતી હોય છે. જેમને કારણે કોઈક વિસ્તારમાં વરસાદી ઝાપટા નોંધાતા હોય છે.

આગાહીકારોનું કહેવું છે કે જૂન મહિનામાં ચોમાસુ શરૂ થાય તે પહેલા મે મહિનાની અંદર પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ જશે. જોકે સામાન્ય રીતે 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસુ બેસતું હોય છે.

આ પણ વાંચો:- ફરી 9 જિલ્લાઓ તૈયાર રહે, 13-16 એપ્રિલમાં માવઠું તોળાઈ રહ્યું છે – Mavthu Aagahi

જ્યારે જૂન મહિનાના પ્રથમ અને બીજા અઠવાડિયામાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનતી હોય છે. પરંતુ આ વખતે મે મહિનામાં એક્ટિવિટી શરૂ થઈ જશે.

આગાહી કારો અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન આકરી ગરમી પડશે અને ૪૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાનને વટાવી જવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે હી વેવનો રાઉન્ડ (heatwave) આવશે તે રાઉન્ડ 21 એપ્રિલ થી લઈને 30 એપ્રિલ 2024 દરમિયાન જોવા મળશે.

Leave a Comment