Weather pridiction for gujarat: ગુજરાત માથે ત્રણ સિસ્ટમ સક્રિય, જાણો કયા પડશે અતિ ભારે વરસાદ

Weather pridiction for gujarat: ગુજરાત પર હાલ ત્રણ સિસ્ટમ બનેલી છે જેના કારણે અતિભારેથી ભારે વરસાદ થઇ રહ્યો છે. આજે સવારથી જ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર ઇનિંગ ચાલી રહી છે. ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં આણંદમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં છે. આ સાથે અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ સાથે હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપી છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, આણંદ જિલ્લા માટે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, નર્મદા, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, દ્વારકા તથા ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે

આ પણ વાંચો : હજી 2 દિવસ અતિ-ભારે, જાણો જિલ્લા મુજબ આગાહી, હવામાન વિભાગની 5 દિવસ આગાહી

૨૬ અને ૩૦ જૂલાઈ સીસ્ટમ બનશે
બંગાળનાં ઉપસાગરમાં કંઈક અંશે સિસ્ટમ બની રહી છે. 26 અને 30 જુલાઈએ સિસ્ટમ બનશે. જે ઉત્તર ગુજરાતમાં ત્રણ સિસ્ટમ તરફથી અસર થતા વરસાદ લાવી શકે છે. 26 જુલાઈથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. 7 મી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે.

જૂનાગઢ, અમરેલી ના ભાગો માત્ર વરસાદ થઈ શકે
પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરનાં કારણે ભારે વરસાદ લાવી શકે છે. જુનાગઢ, અમરેલી, બોટાદ, સાવરકુંડલાનાં ભાગોમાં હળવો તેમજ મધ્યમ વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થતા પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.

Weather pridiction for gujarat:

હવામાન વિભાગે ગુરૂવાર માટે આગાહી આપતા જણાવ્યુ છે કે, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે ગુરૂવારે આણંદ,પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ,તાપી જિલ્લો સામેલ છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે અરાવલ્લી, ખેડા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે

રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, પાંચ દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

Leave a Comment