આગાહી: છેલ્લા વર્ષે ગરમીનું જોર ઓછું રહ્યું હતું અને આ વર્ષે શિયાળો પણ નબળો રહ્યો છે ત્યારે આ ઉનાળે હીટ વેવના આકરા રાઉન્ડ આવવાની આગાહીઓ કરવામાં આવી છે.
આ વર્ષે પ્રિ મોન્સૂન એક્ટિવિટી વધારે જોવા મળશે.
મે મહિના દરમિયાન અમુક દિવસોમાં આગ પડતી ગરમી પડ્યા બાદ પ્રીમોનસૂન એક્ટિવિટી રહેવાની આગાહી કરવામાં આવી છે. જોકે છેલ્લા વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રિ મોન્સૂન એક્ટિવિટી વધારે જોવા મળશે. હાલમાં અને આવનાર દિવસોમાં અલનીનોની અસર પણ હવામાન અને વાતાવરણમાં જોવા મળશે.
45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જવાની આગાહી
જોકે એપ્રિલ મહિનાનું એક અઠવાડિયું પસાર થઈ ગયુ છે અને આ મહિનામાં હીટ વેવનો એક નાનો રાઉન્ડ જોવા મળ્યો છે. જ્યારે બીજા અઠવાડિયામાં ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ત્યાર પછી બાકી રહેલ એપ્રિલ મહિનાના અઠવાડિયામાં આકરી ગરમી અને હિટ વેવ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 45 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જવાની સંભાવના છે. જે 21 થી 30 એપ્રિલ દરમિયાન જોવા મળશે.
16 એપ્રિલ એ માવઠું પૂર્ણ થશે.
ગુજરાતમાં વિવિધ આગાહકારો દ્વારા 12 થી 16 એપ્રિલ દરમિયાન માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 16 એપ્રિલના રોજ માવઠાની આગાહી પૂર્ણ થઇ જશે. જોકે માવઠાની આગાહી પૂર્ણ થયા બાદ કાળઝાળ ગરમી પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવે છે.
આ પણ વાંચો:- ફરી 9 જિલ્લાઓ તૈયાર રહે, 13-16 એપ્રિલમાં માવઠું તોળાઈ રહ્યું છે – Mavthu Aagahi
આંધી વંટોળ સાથે પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે.
ગુજરાતમાં એપ્રિલ મહિનાની અંદર અને મે મહિના દરમિયાન વાતાવરણ ની અંદર અસ્થિરતા રહેવાની સંભાવના છે. જોકે જૂન મહિનાથી ચોમાસાની શરૂઆત થતી હોય છે. 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસુ પહોંચતું હોય છે.
ત્યારે આ વર્ષે ગુજરાતમાં મે મહિનામાં થોડી વધારે પ્રિ મોનસુન એક્ટિવિટી રહેવાની સંભાવના છે. આગાહી કારની જણાવેલી આગાહી પ્રમાણે આ વર્ષે આંધી વંટોળ સાથે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની આગાહી છે. એટલે કે ચોમાસું વહેલા પ્રારંભ થઇ શકે છે. વધારે માહિતી માટે હવામાન વિભાગને અનુસરવું.
આજે હવામાન વિભાગ દ્વારા નવી આગાહી
IMD : આજે હવામાન વિભાગે નવી આગાહી કરતા જણાવ્યું છે કે આવનાર ચાર દિવસ સુધી ગુજરાત રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેશે, ત્યારબાદ ૧૦ અને ૧૧ એપ્રિલના રોજ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે 12 અને 13 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ જોવા મળશે તેવી આગાહી વ્યક્ત કરી છે.
12 તારીખે – સુરત, નવસારી, અને વલસાડ જિલ્લામાં આગાહી
13 તારીખે – કચ્છ, બનાસકાંઠામાં આગાહી
10 તારીખે આગાહી હતી : દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં
જુનું 11 તારીખે અનુમાન : બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સાથે મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં.