Tal na bajar bhav 12 July: આજે તલમાં ભાવ વધ્યા કે ઘટ્યા ? જાણો આજના તલના બજાર ભાવ

Tal na bajar bhav 12 July: ગુજરાતમાં અનિશ્ચિત વરસાદની રૂખ વચ્ચે વાવણીનું કામ અડધા પંથે પહોંચ્યું છે. મગફળી અને કપાસ વાવેતરની દોડમાં તલનું વાવેતર ક્યાંય હાંસિયામાં ધકેલાઇ શકે છે.

એમાંય આ વખતે ગત વર્ષની તુલનાએ ઉનાળું તલની બજારે દગો દીધાનું ખેડૂતો કહી રહ્યાં છે. તેથી ચોમાસું તલ વાવેતરમાં કોઇ ખેડૂતોને રસ નથી, હા વાવેતર કરવું જ હોય તો ઉનાળો ક્યાં નથી આવતો ?

ગત વર્ષે ઉનાળું તલ પાકનો અંદાજ ૧.૨૫ લાખ ટન થી ૧.૫૦ લાખ ટન મુકાતો હતો, તોય સફેદ તલની બજારમાં કરંટ હતો. જૂન ૨૦૨૩માં પ્રતિ ૨૦ કિલોનાં ભાવ રૂ.૨૫૦૦ થી રૂ.૨૮૦૦ની સપાટીએ હતા, તે વધીને જુલાઇ મહિનામાં આ સમયે રૂ.૩૦૦૦ને પાર કરી ગયા હતા.

આ વર્ષે ઉનાળું તલમાં ઉલ્ટી ગંગા છે. તલનો પાક અંદાજ ૧.૨૫ લાખ ટન મુકાયો હતો, ત્યારે વેપારીઓ વધીને ૯૦ હજાર ટન થી ૯૫ હજાર ટન પાકનો અંદાજ મુકી રહ્યાં છે. ટુંકમાં ગત વર્ષની તુલનાએ પાક ઓછો હોવા છતાં બજારો તળિયે બેઠી છે.

આ પણ વાંચો : જીરૂના ભાવ શું હવે ઊંચી સપાટી પર જશે ? જાણો સર્વે અને આજના બજાર ભાવ

હાલ સફેદ તલ માર્કેટમાં સરેરાશ રૂ.૨૩૨૫ થી રૂ.૨૬૨૫નો ભાવ છે. ગત વર્ષનાં આ સમય અનુસંધાને પ્રતિમણ સફેદ તલની બજારમાં રૂ.૬૦૦ ઓછા છે.

આ વખતનાં વેપારી અંદાજ મુજબનાં ૯૦ હજાર થી ૯૫ હજાર ટન સફેદ તલ ઉત્પાદનમાંથી ૭૫ હજાર થી ૮૦ હજાર ટન સફેદ તલ બજારમાં આવી ગયા છે.

હવે, બચેલ ૧૫ હજાર થી ૨૦ હજાર ટનમાંથી નિકાસ વેપારો અને લોકલ માંગનું ગાડું ગબડાવવાનું છે. વર્તમાન તલની માર્કેટમાં કોરિયાનાં ટેન્ડરનો ટેકો અથવા સ્થાનીક ઉપયોગની માંગ નીકળે તો જ તેજીનાં ચાન્સ દેખાય છે.

આપણા ઉનાળું સારા સફેદ તલ બહું ઓછા છે, તો તેની સામે બજારમાં નબળા તલની આવક વધું છે.

રાજ્ય અને દેશનાં તલ વાવેતર પર નજર કરી લઇએ. રાજ્ય સરકારનાં કૃષિ વિભાગ દ્રારા નોંધાયેલ ૮, જુલાઇનાં આંકડા મુજબ ગત વર્ષે આ સમયે ૩૨૨૨૦ હેકટર તલનાં વાવેતર સામે ચાલું વર્ષે માત્ર ૭૧૨૦ હેકટરમાં વાવેતર થયું છે.

દેશમાં કેન્દ્રિય કૃષિ મંત્રાલયનાં ૫, જુલાઇ સુધીનાં આંકડા કહે છે કે ગત વર્ષે આ સમયે ૧.૩૪ લાખ હેકટર વિસ્તારમાં તલ વવાયા હતા, તો ચાલુ સિઝનમાં ૨૨ ટકા વાવેતર ઘટીને ૧.૦૪ લાખ હેકટર વિસ્તારે પહોંચ્યું છે.

ગુજરાતનાં ખેડૂતોની જેમ યુપી અને મધ્ય પ્રદેશનાં ખેડૂતો ચોમાસે તલનું વાવેતર ઓછું કરીને મગફળીનાં પાક તરફ
વળી ગયા છે.

તા. 11-07-2024, ગુરૂવારના  બજાર સફેદ તલના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ22702590
ગોંડલ17002531
અમરેલી19952590
બોટાદ20402680
સાવરકુંડલા22002551
જામનગર23002475
ભાવનગર24002495
કાલાવડ23002390
વાંકાનેર19002400
જેતપુર21002450
જસદણ18002466
વિસાવદર22552541
મહુવા21002548
જુનાગઢ22002625
મોરબી20002510
રાજુલા20002550
બાબરા21752215
કોડીનાર22002511
ધોરાજી20002253
પોરબંદર21952250
હળવદ20512425
ભેંસાણ15002406
તળાજા20002350
ભચાઉ20002090
પાલીતાણા20002300
દશાડાપાટડી18502000
ધ્રોલ21002440
ભુજ22152432
ઉંઝા22002586
કુકરવાડા20002001
તલોદ21002470
હિંમતનગર20002300
વિસનગર20002280
પાટણ19502251
કડી15002200
વીરમગામ20812380
દાહોદ22002500
tal na bajar bhav 12 July:
તા. 11-07-2024, ગુરૂવારના  બજાર કાળા તલના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ30303300
અમરેલી24413378
સાવરકુંડલા28003150
બોટાદ29803260
રાજુલા28002801
ધોરાજી28013046
તળાજા27002701
જસદણ25002750
વિસાવદર27653331

Leave a Comment