Havaman Ahmedabad: નમસ્કાર ગુજરાત, ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આજે એટલે કે 24 થી લઇને 25 તારીખની સાંજ સુધીમાં ભાવનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
જ્યારે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, તાપી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Imd ahemdavad દ્વારા આગામી પાંચ દિવસ એટલે કે 25 તારીખથી લઇ અને 30 તારીખ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.જેમાં બે દિવસ સુધી ભારે થી અતિ ભારે વરસાદ એટલે કે રેડ એલર્ટ ની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: વરસાદથી થાક્યા! તો વરાપ ક્યારે નીકળશે? ભારે વરસાદ નવો રાઉંડ ક્યારે? અંબાલાલ પટેલની નવી આગાહી
રેડ એલર્ટ એટલે છુટા છવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ, જ્યારે ઓરેન્જ એલર્ટ એટલે છુટા છવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ ની આગાહી.
જ્યારે 25 તારીખ થી 26 સુધી આગાહી
સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જુનાગઢ અને દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તો સાઉથ ગુજરાતમાં વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ અને સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, ગીર સોમનાથ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 27 તારીખથી વરસાદનું જોર થોડું થોડું ઘટતું જશે. જોકે તેમ છતાં હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.