Gold silver price 24 July: નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ 2024-25 રજૂ કરતી વખતે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% કરવામાં આવી છે. જે પહેલા 10% હતી.
આ પછી સોના અને ચાંદીના ભાવમાં 4000 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. ગઈ કાલે એટલે કે 23 જુલાઈ 2024ના રોજ એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 72,718 રૂપિયા હતી. જ્યારે ચાંદીનો ભાવ 89203 રૂપિયા પ્રતિ કિલો હતો.
આજે એટલે કે 24મી જુલાઈ 2024ના રોજ સોના અને ચાંદીની કિંમતમાં ફરી ફેરફાર જોવા મળ્યો છે. ગુડ રિટર્ન્સ વેબસાઈટ અનુસાર, 24 કેરેટ સોનાનો દર 70,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાનો ભાવ 64,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે ચાંદીની કિંમત 87,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
આ પણ વાંચો : ગુજરાત માથે ત્રણ સિસ્ટમ સક્રિય, જાણો કયા પડશે અતિ ભારે વરસાદ
Gold silver price 24 July: અમદાવાદમાં 24 કેરેટ સોનું (10gm) ₹ 70860/ ભાવ રહ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ રજાઓ સિવાય શનિવાર અને રવિવારે ibja દ્વારા દર જારી કરવામાં આવતા નથી.
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દર જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કોલ આપી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય, તમે સતત અપડેટ્સ માટે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.

સોનું ખરીદતા પહેલા જાણી લો કે કેટલા કેરેટનું સોનું શુદ્ધ સોનું છે? વાસ્તવમાં 24 કેરેટ સોનું શુદ્ધ છે પરંતુ આટલા કેરેટની જ્વેલરી બનાવી શકાતી નથી. જોકે, જ્વેલરી 22 કેરેટ સોનામાંથી બનાવી શકાય છે.
આ સિવાય વિવિધ પ્રકારની ધાતુઓમાં ભેળસેળના કારણે કેરેટ ઘટાડી શકાય છે. 20 કેરેટ, 18 કેરેટ ઉપરાંત અન્ય કેરેટથી પણ સોનાના ઘરેણાં બનાવી શકાય છે પરંતુ તે સોનું શુદ્ધ ગણાતું નથી.