Weather chart forecast: ખેડુતો માટે વેધર ચાર્ટ પ્રમાણે આગાહી, શું વરસાદે વિરામ લીધો? જાણો વરાપ અને નવા રાઉન્ડ અંગે માહિતી

Weather chart forecast: એક સાઈક્લોનીક સર્ક્યુલેશન ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને લાગુ સૌરાષ્ટ્ર ના ભાગો પર છે. ચોમાસું ધરી પશ્ચિમ છેડો હાલ નોર્મલ થી દક્ષીણે છે અને સક્રિય છે.

ઓફ સૌર ટ્રફ દક્ષિણ ગુજરાત થી ઉતર કેરળના દરીયા કાંઠા સુધી સક્રિય છે. ગત આગાહી સમય માં સામાન્ય ઝાપટા સિવાય સૌરાષ્ટ્ર માં મેઘ વિરામ જોવા મળ્યો તેમજ ગુજરાત રીજીયન બાજુ દક્ષિણ, તેમજ મધ્ય પૂર્વ ગુજરાત માં સારુ વરસાદી વાતાવરણ જોવા મળ્યુ તેમજ ગુજરાત ના બાકી વિસ્તારોમાં પણ આગાહી ના છેલ્લા દિવસ 29 જુલાઈએ મેઘ મહેર જોવા મળી.

આ પણ વાંચો: રમણીકભાઈ વામજા અને અંબાલાલ પટેલની આગાહી ગુજરાત પર અતિ ભારે વરસાદ ની સિસ્ટમ સક્રિય થશે

Weather chart forecast: હવે આગાહી સમય માં જોઈયે તો ગયા દિવસો માં બંગાળ ની ખાડી માં ઓડિસા નજીક બનેલ લો પ્રેશર ના આનુષંગિક uac તેમજ ઉપરોક્ત અસરકર્તા પરીબળો નેલીધે 30-31 જુલાઈ સુધી રાજ્ય માં વરસાદી વાતાવરણ જોવા મળશે.

જેમાં હળવો, મધ્યમ કે ભારે વરસાદ જોવા મળશે. તેમજ 2 ઓગસ્ટ આજુબાજુ બઁગાળ ની ખાડી માં સિસ્ટમ બનશે જે 4 ઓગસ્ટ આજુબાજુ ગુજરાત રાજ્ય ને વરસાદ નો લાભ આપશે. જેમાં ઓગસ્ટ શરૂઆત ની સિસ્ટમ નો ટ્રેક જોઈએ તો મોડેલ પ્રમાણે રાજ્યના બીજા વિસ્તાર કરતા ઉત્તર ગુજરાત તેમજ કચ્છ માં વરસાદ ની ગતિવિધી સારી જોવા મળશે

Leave a Comment