અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતભરમાં સારો વરસાદ પડ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગે છે. બે દિવસથી છુટાછવાયા વરસાદ પડી રહયો છે. ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી સમયમાં કેવો વરસાદ પડશે તે અંગેની આગાહી જણાવી છે.
અંબાલાલ પટેલે રાજયમાં વરસાદી બે સિસ્ટમ સક્રિય થતા કેવો વરસાદ પડશે તે તે અંગેની આગાહી પણ જણાવી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, થંડર સ્ટોમ એક્ટિવિટી પણ થશે.
આ પણ વાંચો :ગુજરાતમાં વરસાદની નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે ? જાણો પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે.પરંતુ સિસ્ટમ નબળી પડતા આગામી 24 કલાક સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.
આ સાથે જ થંડર સ્ટોમ એક્ટિવિટી થશે. જેના કારણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ,દમણ, દાદરા નગર હવેલીમાં થંડર સ્ટોમ એક્ટિવિટી થશે. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્યથી મધ્ય વરસાદની શક્યતા છે.
આ સાથે તેમણે જણાવ્યુ છે કે, વરસાદી એક સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે 8 અને 9 ઓગસ્ટના સુરત નવસારી વલસાડ, દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. જયારે અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા

અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, બીજી સિસ્ટમ બનતા મધ્ય પ્રદેશ સુધી વરસાદ આવતા ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે. તેમજ અમુક ભાગમાં ભારે વરસાદની શક્તા રહેશે. અન્ય તારીખો સાથે જણાવ્યું કે, 10 થી 12 ઓગસ્ટના ગુજરાતના ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે
હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યુ છે કે, , 14 થી 16 ઓગસ્ટના દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. 16 થી 18 ઓગસ્ટના સૌરાષ્ટ્ર સહિત ઘણા ભાગમાં વરસાદ થશે. 19 થી 22 ઓગસ્ટના વરસાદી ઝાપટા પડશે.
23 ઓગસ્ટ પછી ગુજરાતમાં પર્વત આકારનો મેઘ ચડે ત્યા વરસાદ પડે. 30 ઓગસ્ટના અને 8 સપ્ટેમ્બરના ભારે વરસાદી ઝાપટા પડી શકે છે