Pareshbhai Gauswami aagahi: ગુજરાતમાં વરસાદની નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે ? જાણો પરેશ ગોસ્વામીની આગાહી

Pareshbhai Gauswami aagahi: ગુજરાતમાં હાલ મેઘરાજા આરામના મૂડમાં હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે આજે (સાત ઓગસ્ટ) સવારે 6થી 8 કલાક દરમિયાન માત્ર 12 તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 8 એમએમ વરસાદ વરસ્યો છે.

તો ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ ક્યારે છવાશે તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જેમાં તેમણે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ફરી ક્યારે આવશે તે અંગેની તારીખ પણ જણાવી છે.

આ પણ વાંચો :ગુજરાતમાં બે દિવસ અતિભારે વરસાદની આગાહી, જાણો 8 અને 9 તારીખમાં કેવો વરસાદ

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની સોશિયલ મીડિયાની ચેનલ પર આપેલી લેટેસ્ટ માહિતીમાં જણાવ્યુ છે કે, હાલ ગુજરાત પર કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. પરંતુ ભેજને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ઝાપટાં થઇ શકે છે.

છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટાં પડી રહ્યા છે. પરંતુ હવે આ ઝાપટાંની તીવ્રતા, સંખ્યા અને વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાશે. ખેતીકામમાં અડચણરૂપ થાય તેવા ઝાપટાં પડવાની હાલ કોઇ શક્યતા નથી.

આ સાથે પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, 9 અથવા તો 10મી તારીખે એક વરસાદનો રાઉન્ડ આવશે. બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આવશે જેના કારણે રાજ્યમાં વરસાદ આવશે. 9 કે10મી ઓગસ્ટે વરસાદની જે સિસ્ટમ ચાલુ થશે તે લગભગ 11 કે 12 તારીખે પૂર્ણ થઇ જશે. આ રાઉન્ડ બે કે ત્રણ દિવસનો જ હશે. બહું લાંબો રાઉન્ડ નહીં હોય.

પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યુ છે કે, આ વરસાદી રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય જોવા જઇએ તો આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ ગુજરાતમાં થશે.

મધ્યપ્રદેશના બોર્ડરને અડીને આવેલા વિસ્તારો જેમકે, મહીસાગર, દાહોદ, ગોધરા, છોટાઉદેપુરના તમામ વિસ્તારોમાં સારા વરસાદ થશે. મધ્ય ગુજરાતનાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ જેવા વિસ્તારોમાં પણ સારા વરસાદ થઇ શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી સારા વરસાદ થાય તેવું અનુમાન છે.

આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી રહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્ય વરસાદ કે છાંટછૂટ કે ઝાપટાં પડે તેવી શક્યતા છે. આ પછીનો જે રાઉન્ડ 17-18 ઓગસ્ટે આવશે તેમાં તમામ જિલ્લાઓને લાભ મળવાની શક્યતા છે.

Leave a Comment