Meteorological department’s dangerous forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક ભાગોમાં 1 થી 3 ઈંચ વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે. આ સાથે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે તો નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે.
દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે
અંબાલાલ પટેલના જણાવ્યાનુસાર, દક્ષિણ ગુજરાતના સુરત, આહવા, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની વરસી શકે છે. તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે. આ તરફ જામનગર, દેવભૂમી દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદ તો કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચો : 15 ઇંચ વરસાદની આગાહી, જાણો પરેશ ગોસ્વામીની ચક્કર ચડી જાય તેવી આગાહી
મધ્ય ગુજરાતના અનેક જીલ્લામાં ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાતના અનેક જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના વડોદરા, પાદરા, બોડેલી, ભરૂચ, જંબુસર ભારેથી અતિભારે વરસાદ તેમજ પંચમહાલ, દાહોદ, લીમખેડા, સાબરકાંઠમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.

ડીપ્રેશન હજુ પણ મજબૂત બનશે
બીજી તરફ પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યાનુસાર, બંગાળની ખાડીનું લો-પ્રેશર નજીક આવતાં લો-પ્રેશર હાલ મજબૂત ડિપ-ડિપ્રેશનમાં ફેરવાયું છે જે ડીપ્રેશન હજુ પણ મજબૂત બનશે. જેના પગલે રાજ્યમાં આગામી સમયમાં આગામી 4 દિવસ હજુ પણ ભારે વરસાદ રહેશે.
અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી
રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે. તેમજ 29 ઓગસ્ટ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે, તેમ પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું.
આવતીકાલે ક્યાં ક્યાં જીલ્લામાં પડશે વરસાદ
આણંદ, નડિયાદ, મોરબીમાં પણ અતિ ભારે વરસાદની સંભાવના વ્યકત કરાઇ છે. સુરેન્દ્રનગર, દ્વારકા પોરબંદરમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. આવતીકાલે એટલે કે 27 ઓગસ્ટે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ પડશે તેવી આગાહી કરાઇ છે.