Four rainfall systems: રાજ્ય પર ચાર વરસાદી સીસ્ટમ, ભારેથી અતિભારે વરસાદની આગાહી, સુરત, ભરૂચમાં રેડ એલર્ટ

Four rainfall systems: ગુજરાતભરમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. બે દિવસના વિરામ બાદ ફરી નવો વરસાદી રાઉન્ડ શરૂ થતાં જ ચોતરફ ભારે વરસાદ પડી રહ્યો છે. આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ હાલ ચાર સિસ્ટમ સક્રિય છે. જેના કારણે અલગ અલગ જિલ્લાઓમાં ભારેથી વરસાદની આગાહી કરવામાં આવી

આ પણ વાંચો : ભાદરવો મહિનો ભુક્કા બોલાવશે! વરસાદ, તીડ અને ગરમીના પ્રકોપની આગાહીકાર રમણીક વામજાની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે એટલે કે આજે 3 સપ્ટેમ્બર ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બોટાદ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે જ ઉપરાંત છોટા ઉદેપુર, પંચમહાલ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે 4 સપ્ટેમ્બરની આગાહી કરતા જણાવ્યું છે કે, કચ્છ, બનાસકાંઠા, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સુરત, તાપી, ડાંગ, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબીમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, હાલ ચાર સિસ્ટમ સક્રિય છે. તેલંગાણા પાસેના ડીપ ડિપ્રેશનની હલચલ નોર્થ વેસ્ટમાં છે. એક શિયર ઝોન છે, સાથે જ ઓફશોર ટ્રફ પણ સક્રિય થયું છે. ઉપરાંત મોન્સૂન ટ્રફ એમ ચાર સિસ્ટમ સક્રિય છે.

જણાવી દઈએ કે, મેઘતાંડવથી ગુજરાતમાં ભારે તારાજી સર્જાઈ છે. 25થી 30 ઓગસ્ટ સુધી 47 લોકોના મોત થયા છે. જેમાં પાણીમાં ડૂબવાથી 31 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે મકાન પડવાથી 13 લોકોના મોત, ઝાડ પડવાથી 2 લોકોના મોત અને મકાનની દીવાલ પડવાથી 1નું મોત થયું

Leave a Comment