Activate dangerous system: ગુજરાતમાં વરસાદે ખમૈયા નથી કર્યા…વરસાદ ઓછો થયો છે પણ આજે પણ ગુજરાતમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. હવે વારો ઉત્તર અને મધ્ય ગુજરાતનો છે. આજે મહેસાણા, બનાસકાંઠા, પાટણમાં વરસાદ પડ્યો છે.
રાજ્યમાં સવારે 6થી 12 વાગ્યા સુધી 83 તાલુકામાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે પણ આગામી 4 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં મોટાભાગના જિલ્લાઓ ઉત્તર ગુજરાતના છે.
રાજ્યમાં સવારે 6થી 12 વાગ્યા સુધી 83 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં સૌથી વધુ વિજાપુરમાં સાડા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. માણસામાં 3 ઈંચ, ડીસામાં અઢી ઈંચ વરસાદ તેમજ દાંતીવાડામાં અઢી ઈંચ, પ્રાંતિજમાં અઢી ઈંચ વરસાદ વરસતાં બજારો પાણી પાણી થઈ ગયા છે.
આ પણ વાંચો : નદીઓ ગાંડીતૂર બનશે, નોરતામાં પણ વરસશે વરસાદ, જાણો અંબાલાલ પટેલની ડરામણી આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તબાહી મચાવ્યા બાદ ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 32 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ સવા 3 ઇંચ વરસાદ દાંતીવાડામાં પડ્યો હતો.
મહેસાણા જિલ્લામાં બહુચરાજી અને વિસનગરમાં પોણો ઇંચ, જોટાણા અને મહેસાણામાં અડધો ઇંચ, કડીમાં 8 મીમી, ઊંઝામાં 6 મીમી, વડનગરમાં 5 મીમી નોંધાયો હતો.

હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે, ગુરૂવારે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદમાં ગત સપ્તાહ દરમિયાન વરસેલા મુશળધાર વરસાદને પરિણામે મોસમનો કુલ 35.53 ઈંચ વરસાદ નોંધાયો છે.
આમ, શહેરની જરૂરિયાતને ધ્યાનમાં લેતાં અત્યાર સુધીમાં પૂરતો વરસાદ વરસ્યો છે. હજુ ચોમાસું બાકી છે અને હવે પછી શહેરમાં જો વરસાદ પડશે તો તે બોનસ ગણાશે.
શહેરના ઉત્તર ઝોનમાં સૌથી વધુ 45.46 ઈંચ, વરસાદ વરસ્યો છે. પૂર્વ પટ્ટામાં નરોડામાં સૌથી વધુ 61.86 ઇંચ, મણિનગરમાં 48.28, ઓઢવમાં 44.68 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે પશ્ચિમમાં ગોતામાં સરેરાશથી વધુ 39.36 વરસાદ નોંધાયો છે.
પૂર્વ અમદાવાદમાં સરેરાશ 37.83 ઇંચ વરસાદ વરસ્યો છે. આમ, સિઝનની જરૂરિયાત કરતા 2.83 ઇંચ એટલેકે 8 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
વરસાદને લઈને ધરતીપુત્રોમાં ખુશી છવાઈ છે. અહીં ઘણા સમય બાદ વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. ધાનેરાના વલાણી બાગ વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે.
વલાણી બાગ વિસ્તારમાં અનેક પોશ સોસાયટીઓ આવેલી છે. ધાનેરામાં એક ઈચ વરસાદમાં રસ્તાઓમાં નદીઓમાં ફેરવાયા છે. વરસાદ છેલ્લા એક કલાકથી પડી રહ્યો છે. ડીસા અને પાલનપુરને જોડતા નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાયા છે.
હાઈવે પર વરસાદી પાણી ભરાતા સર્વિસ રોડ પરના દુકાનદારોને મુશ્કેલી પડી રહી છે. અનેકવાર પાણીના નિકાલ માટે નગરપાલિકામાં રજૂઆત કરી છતાં કોઈ જ પરિણામ ન મળતા સ્થાનિકોમાં રોષનો માહોલ છે.