Ambalal Patel Navratri prediction: રાજ્યમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં સ્થિતિ વણસી છે. નદીઓ ગાંડીતૂર થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. તેમણે આવનારા દિવસોમાં રાજ્યમાં વરસાદની ગતિવિધિ અંગે અનુમાન વ્યક્ત કર્યો છે. સાથે જ ક્યાં-ક્યાં ભારે વરસાદ પડી શકે છે, તેની આગાહી કરી છે.
આ પણ વાંચો: નહીં છોડે આ ‘ડીપ ડીપ્રેશન, અંબાલાલ પટેલની ઘાતક આગાહીથી લોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. તેમના જણાવ્યા અનુસાર, આજથી જ હવામાનમા પલટો જોવા મળશે. કેમ કે, 4-5 તારીખમાં લો પ્રેશર બની રહ્યું છે. તારીખ 5થી 7 સુધીમાં આ પલટો જોવા મળશે. તારીખ 7-8માં એક મજબૂત સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ 9થી 11 તારીખ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં પણ જઇ શકે છે. તે આગળ વધતાં પૂર્વ ભારત થઇને મધ્ય પ્રદેશ તરફ આવવાની શક્યતા ગણી શકાય. એટલે 10થી 12 અને તે પછી પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

આ સાથે જ તેમણે ઉત્તર ગુજરાત માટે મોટી આગાહી કરી છે. મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા અંગે તેમણે આગાહી કરી છે. અંબાબાલે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 7 અને 8 ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં ઉથલપાથલ જોવા મળશે. વરસાદી સિસ્ટમ ડિપ્રેશન બનવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.
તેમણે કહ્યું કે, ચંદ્ર કાળા વાદળોમાં ઢંકાશે તો હલચલ વધશે અને દરિયામાં ભારે પવન ફૂંકાશે. 16 અને 17 ઓક્ટોબરે દરિયામાં ઉથલપાથલ જોવા મળશે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસશે. નવરાત્રિ સુધી વરસાદી માહોલ જોવા મળશે.