Circulation system in the Gulf: દિવસથી મેધરાજા ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ત્યારે આગામી દિવસોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે.
ત્યારે વરસાદને લઇ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી હતી. જેમાં તેઓએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હતી.
આ પણ વાંચો: ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર, જાણો ત્રણ દિવસ ક્યાં વરસાદની આગાહી
Circulation system in the Gulf: આગામી 12થી 15 કલાક દરમિયાન વરસાદની તીવ્રતા વધવાની શક્યતાઓ દર્શાવી છે. તેમણે કહ્યું 30 સપ્ટેમ્બર સુધી વરસાદનો આ રાઉન્ડ ચાલશે.
બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ બની છે. જેની અસર અરબસાગર પર થવાથી રાજ્ય પર વરસાદની સિસ્ટમ બની છે.

આ સાયક્લોનિક ર્ક્યુલેશન હાલ ખંભાતના અખાતમાં સક્રિય છે. જે આવનારા 12થી 15 કલાકમાં વધુ તીવ્ર બનશે. જેથી દક્ષિણ ગુજરાતના જિલ્લા, પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકવાની શક્યતાઓ તેઓએ દર્શાવી હતી.