Ambalal patel new rain pridiction: અંબાલાલ પટેલે આજે આગાહીમાં જણાવ્યું છે કે આવનાર ૪૮ કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે છે. સુરત, વલસાડ, આહવા, ડાંગ અને વલસાડમાં ભારતીય અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે.
આવનાર 48 કલાક એટલે કે 16 તારીખ અને 17 તારીખે ભારતે અતિ ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં રહેલી છે.
રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા અમદાવાદના કેટલાક ભાગોમાં પણ આવનાર ૪૮ કલાક ભારતીય ભારે વરસાદની આગાહી છે. નારોલ, સરખેજ, બાવળા લાગુ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે જણાવ્યું છે.
આગાહીમાં તેમણે જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, હળવદ, મોરબી, રાજકોટ લાગુ વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો : ગુજરાતનાં લોકો થઈ જાઓ તૈયાર… એક સાથે રાજ્યમાં ત્રણ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય
અંબાલાલ પટેલ ( Ambalal Patel ) દ્વારા વરસાદને લઈ આગાહી કરતાં કહ્યું હતું કે જુલાઈના અંત સુધીમા અને ઓગષ્ટની શરૂઆતમાં મેઘમહેર જામશે.
15થી 16 જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા 17થી 24 જૂલાઈ ભારે વરસાદ રહેશે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદી ઘટ પુરી થશે.
આ પણ વાંચો: આજથી નવી આગાહી, જાણો ખાસ આ માહિતી
ગુજરાતમાં 17થી 24 જૂલાઈ સાર્વત્રિક વરસાદ રહેશે. જ્યારે ઓગષ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. ઓગષ્ટમાં વરસાદી ઘટ પુરી થાય તેવી શકયતા અંબાલાલ પટેલે Ambalal Patel વ્યક્ત કરી છે.
હવામાન વિભાગની આગાહી 2024
ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા પણ આવનાર 20 જુલાઈ સુધી ભારે થી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતની નજીક રાજસ્થાન લાગુ વિસ્તારો ઉપર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાને કારણે ગુજરાતમાં આવનાર પાંચ દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જેમાં ખાસ કરીને 16 તારીખથી ગુજરાતમાં વરસાદનું જોર વચ્ચે અને ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે.