Paresh Gauswami prediction: ઓગસ્ટ મહિનામાં કેટલો વરસાદ, વરાપ ક્યારે, નક્ષત્ર, જાણો પરેશ ગોસ્વામીની આગાહી

Paresh Gauswami prediction: પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદના હાલ ચાલી રહેલા રાઉન્ડ અને આગામી સમયમાં ચોમાસું કેવો વળાંક લઈ શકે છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે. તારીખ 16થી 29 જુલાઈનો જે રાઉન્ડ ચાલી રહ્યો છે તેમાં ગુજરાતના જે ભાગો વરસાદથી વંચિત હતા તેમાં પણ વરસાદ થઈ રહ્યો છે.

જેમાં મધ્ય ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે. હવે આગામી સમયમાં વરાપ અને વરસાદની કેવી સ્થિતિ રહી શકે છે તે અંગે પરેશ ગોસ્વામી દ્વારા 25મી જુલાઈએ કરેલી આગાહીમાં જણાવ્યું છે.

આ પણ વાંચો : અંબાલાલ પટેલ દ્વારા ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ, બ્રેક મોન્સૂન અને ભારે સિસ્ટમને લઈને મોટી આગાહી

Paresh Gauswami prediction: તેમને જણાવ્યું કે, ઉત્તર ગુજરાતના પણ કેટલાક ભાગ છે કે જેમાં હજુ વરસાદ બાકી છે, 29 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયા છે પરંતુ જ્યાં બાકી છે તેમણે 29 જુલાઈ સુધી રાહ જોવાની છે.

તેઓ જણાવે છે કે, આ રાઉન્ડ પૂર્ણ થયા પછી ખ્યાલ આવશે કે હજુ કેટલા વિસ્તારોમાં વરસાદથી વંચિત રહ્યા છે. કારણ કે 29 તારીખ સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે. જેમાં અતિતીવ્રતા સાથે વરસાદ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી, બારડોલી, ડાંગ, બીલીમોરામાં થઈ શકે છે. હાલ અહીં વરસાદથી રાહત મળવાની સંભાવનાઓ નથી.

29 જુલાઈ સુધીનો વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે તે પછી પણ વરાપમાં મોટો વિરામ મળવાની સંભાવનાઓ નથી તેવી માહિતી પરેશ ગોસ્વામી આપી રહ્યા છે. આ પછી 1 અથવા 2 ઓગસ્ટે નવો રાઉન્ડ શરુ થશે અને તેનાથી પણ ગુજરાતને વરસાદ મળતો રહેશે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ લગભગ અટક્યો છે ત્યારે ખેડૂતોએ કેટલાક ખેતી કામ કરી લેવા જોઈએ તેવી સલાહ પણ પરેશ ગોસ્વામી આપી રહ્યા છે. કારણ કે ઓગસ્ટની શરુઆતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. નવા રાઉન્ડમાં ગુજરાતના દક્ષિણ, મધ્ય અને ઉત્તર ભાગમાં વરસાદ થવાની સંભાવનાઓ છે.

Leave a Comment