Rain alert: ગુજરાતમાં ભલે વરસાદ બંધ થયો અને કાળઝાળ તડકો પડી રહ્યો છે પણ આ સ્થિતિ બદલાવાની છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં સૌથી વધારે અસર 7 જિલ્લાઓમાં થઈ છે. જુલાઈમાં દ્રારકા, સુરત અને પોરબંદરમાં ભારે વરસાદ વરસ્યો છે. જૂનાગઢમાં ઘેડ પંથક ડૂબી ગયો હતો.
આ પણ વાંચો : આગામી ત્રણ કલાક અતિ ભારે વરસાદની આગાહી, નાઉકાસ્ટ જાહેર
હવામાન વિભાગે ભરૂચ, નવસારી, ડાંગ, તાપી, સુરત વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં આજે ભારે વરસાદ સાથે યેલો અલર્ટની આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
Rain alert: ઓફશૉર ટ્રફ અને સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ પડવાની ગુજરાતમાં શક્યતા છે. આવતીકાલે પણ રાજ્યના ભરૂચ, નવસારી, ડાંગ, તાપી, સુરત વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં સાથે યેલો અલર્ટની આગાહી. 3 ઓગસ્ટે પણ કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓના યેલો અલર્ટની આગાહી છે.

રાજ્યમાં ભારે વરસાદને પગલે જે રસ્તાઓ અને ક્રોઝ-વેનું ધોવાણ થયું છે તે પાણી ઓસરતા સત્વરે મરામત કરવાના સરકાર વાયદા આપી છે. સતત વરસાદને કારણે ગુજરાતના રોડ-રસ્તા પર ખાડાઓએ સામ્રાજ્ય જમાવી દીધું છે. મહાનગરોની સાથે નાના શહેરો પણ આ ખાડાથી પરેશાન છે.
ભ્રષ્ટાચારના આ ખાડા કોઈને પણ જીવ લઈ શકે છે. આ ગુજરાત છે, એવું રાજ્ય જેના વિકાસની વાતો દેશભરમાં થાય છે. મોટા મોટા હોડિંગ્સ અને પોસ્ટરોમાં વિકાસની ચર્ચા ચારેકોર કરવામાં આવે છે. પણ ખરેખર વિકાસ કેવો છે તેતો ગુજરાતીઓ જ જાણે છે.