September month predictions: હવે સપ્ટેમ્બર મહિનાને લઈને અંબાલાલ પટેલની આગાહી, ફરી જામશે વરસાદી માહોલ

September month predictions: વરસાદની સ્થિતિ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં 30 ઓગસ્ટ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે. 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે .રાજ્યમા 28 ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડશે.

કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. દક્ષિણ ગુજરાતમા 2 થી 4 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો :અમદાવાદીઓ ચેતી જજો, જો સિસ્ટમ આવી ગઈ તો અમદાવાદ પાણી પાણી થઇ જશે

September month predictions: 2 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
અંબાલાલ પટેલે આ સાથે 30 થી 31 ઓગસ્ટે બંગાળના ઉપ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરતા સપ્ટેમબર મહિનામાં પણ સારો વરસાદ રહેવાની આગાહી કરી છે..

તેમણે 2 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર ગુજરાતમાં ફરીએકવાર વરસાદી માહોલ જામવાની આગાહી કરી છે.. 12 થી 15 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ ની આગાહી.

Leave a Comment