Thunderstorm activity Gujarat: હાલમા આખા ગુજરાતમાં વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે આવા પુરપાટ વરસાદના માહોલ વચ્ચે હવે ફરીથી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જો વાત કરવામાં આવે તો 3 વરસાદી સિસ્ટમો સક્રિય થવાના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આગામી 26થી 30 જૂલાઈએ વરસાદી સિસ્ટમ બનશે અને મેઘરાજા મન મૂકીને વરસે એવી પુરી શક્યતાઓ દેખાઈ રહી છે.
આ પણ વાંચો : વરસાદનું જોર વધશે, આજે તમામ જિલ્લામાં વરસાદની આગાહી
Thunderstorm activity Gujarat: જો આગળ વાત કરીએ તો અંબાલાલે આગાહીમાં શક્યતાઓ વ્યક્ત કરી કે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાથી પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં અંબાલાલની આગાહી કેટલી સાચી અને કેટલી ખોટી પડે છે.

સાથે જ હવામાન વિભાગે આગામી 3 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે ઓફસૉર ટ્રફ અને શિયર ઝોનના કારણે ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સાથે સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ