Weather report: ગુજરાતમાં અનરાધાર વરસી રહેલાં વરસાદે હવે બધુ જ જળ તરબોળ કરી દીધું છે. દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. દેવભૂમિ દ્વારકા હોય કે પછી સંસ્કાર નગરી વડોદરા ચોમેર મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. સૌથી વધારે વરસાદની અસર હાલ ગુજરાતના સાઉથ ઝોનમાં જોવા મળી રહી છે.
આ પણ વાંચો : હજી 4 જિલ્લા ધ્યાન રાખજો, 25-26 તારીખે IMD Ahemdavad ની આગાહી, જાણી લો
હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ સાઉથમાં મેઘરાજાની ધુઆધાર બેટિંગ ચાલુ રહેશે. આજે પણ દક્ષિણ ગુજરાતને ઘમરોળશે મેઘરાજા. દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારો માટે રેડ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સુરત, વલસાડ, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને આધારે આ જિલ્લાઓમાં આજે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દમણ-દાદરાનગર હવેલીમાં પણ પડશે અતિભારે વરસાદ. આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બીજી તરફ રાજ્યના પંચમહાલ, દાહોદ, ડાંગ અને તાપી જિલ્લામાં પણ વરસાદની આગાહીને પગલે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું

ગુજરાતના રોડ-રસ્તાઓની સ્થિતિઃ Weather report
રાજ્યમાં વરસાદના કારણે હજુ પણ 564 રસ્તાઓ બંધ
16 સ્ટેટ હાઈવ સહિત અનેક આંતરિક રસ્તાઓ બંધ
પંચાયત હસ્તકને 522 તો 26 અન્ય રસ્તાઓ બંધ
બુધવાર સાંજ સુધીમાં 666 રસ્તાઓ બંધ હતા જેમાંથી 102 શરૂ કરવામાં આવ્યા
બને એટલી ઝડપે વાહન વ્યવહાર પૂર્વવત કરવાના પ્રયાસ